Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

વડોદરા: લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ઊંઘ કરવી નેવીના કોસ્ટગાર્ડને ભારે પડી: ગઠિયા બેગની ઉઠાંતરી કરી રફુચક્કર

વડોદરા: શહેરમાં લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતા ઇન્ડિયન નેવીમાં કોસ્ટગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનની નેવીના આઠ જોડ કપડા સહિતની મત્તા ભરેલ બેગ વડોદરા રેલવે સ્ટેશન પહેલા ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉત્તરાખંડના પિઢોરાગઢ નજીક જાખેડામાં રહેતા લલીતચંન્દ્ર દિનેશચંન્દ્ર પંત પોરબંદરમાં સિવિલ એરપોર્ટમાં કોસ્ટગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓ કર્ણાટકના મેંગ્લોર રેલવે સ્ટેશન પરથી અમદાવાદ આવવા માટે નાગરકોવિલ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતા હતાં. તા.૧૫ ઓગષ્ટની વહેલી સવારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવી તે પહેલાં રાત્રિ પ્રવાસ દરમિયાન ઊંઘી ગયેલા લલીતચંન્દ્ર જાગી ગયા હતાં. તેમણે સીટ નીચે મુકેલી હેન્ડલ પર ઇન્ડિયન નેવી  લખાણ સાથેની કાળા રંગની સુટકેશની ચોરી થઇ હોવાનું જણાયું હતું.

(5:27 pm IST)