Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામા વિદેશી દારૂનો 30 હજારનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપ્યો:કાર ચાલકની ધરપકડ: અન્ય આરોપીને પકડવાના પ્રયાસ શરૂ

અરવલ્લી:જિલ્લાના ભિલોડા તાલુકાના કુશ્કી-ખોડંબા માર્ગેથી પસાર થતી એક સેવરોલેટ યુવા કારમાંથી રૃ.30280 ની કિંમતના વિદેશી દારૃના જથ્થા સાથે ચાલકને ઝડપી પડાયો હતો.શામળાજી પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ઝડપી પાડેલ કાર અને વિદેશી દારૃના જથ્થા સહિત કુલ રૃપિયા2.30 લાખ થી વધુના મુદ્દામાલ ને જપ્ત કરી ભાગી છુટેલા અન્ય આરોપીની ભાળ મેળવવા પ્રયાશો હાથ ધર્યા હતા.

ગત સોમવારના રોજ શામળાજી પોલીસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાર કરી જિલ્લામાં છેક સુધી ઘૂસી આવેલ બે વાહનોમાંથી રૃપિયા 2.26 લાખથી વધુ ની કિંમતનો વિદેશી દારૃ સાથે એક શખ્શને ઝડપી લીધો હતો.જોકે ત્રણ આરોપીઓ પોલીસને થાપ આપી ભાગી છુટયા હતા.પરંતુ સતત બીજા દિવસે પણ જિલ્લાના હદ વિસ્તારમાંથી વિદેશી દારૃ ભરેલ વાહનોની ચહલ પહલ યથાવત જોવા મળી રહી હતી.

(5:25 pm IST)