Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

અમદાવાદમાં નારોલમાં કાપડની ફેકટરીમાં આગ ભભૂકી :ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટના સ્થળે

ગોપી ફેબ્રિક ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી. :આગ લાગવાનું કારણ હજુ અકબંધ

અમદાવાદમાં કાપડની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલી ગોપી ફેબ્રિક ઈન્ડસ્ટ્રીઝમાં આગ ભભૂકી ઉઠી છે આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 11થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે . અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી છે જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધછે 

(1:06 am IST)