Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અમદાવાદ એરપોર્ટ પર નાઈઝિરિયન નાગરિકનો ડ્રગ્સ સાથે ધરપકડ

સ્કેનિંગ સમયે તેના પેટમાં ડ્રગ્સનો જથ્થો હોવાનું ખુલ્યું :દુબઈથી અમદાવાદ આવ્યો હતો

અમદાવાદના એરપોર્ટ પરથી એક નાઈઝિરિયનની ડ્રગ્સ સાથે ધરપકડ કરાઈ છે જેમાં ચોંકાવનારી બાબત એ છે કે આ શખ્સ પેટના ભાગમાં છૂપાવીને ડ્રગ્સ લઈ આવ્યો હતો.

  નાઈઝિરિયન નાગરિક દુબઈથી અમદાવાદ એન્ટર થયો હતો. ત્યા જ એસ.ઓ.જીએ તેને ઝડપી પાડ્યો હતો. એરપોર્ટ પર સ્કેનિંગ સમયે તેના પેટમાં ડ્રગ્સનો જથ્થો છે તેની જાણ થતા તેની ધરપકડ કરાઈ હતી બાદમાં તેને હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે. જ્યા તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. અને તેના પેટમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢવામાં આવશે.

(8:36 pm IST)