Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

આણંદ જિલ્લામાં પોલીસે ત્રણ જુદા-જુદા સ્થળે દરોડા પાડી જુગારીઓને રંગે હાથે દબોચ્યા

આણંદ: જિલ્લામાં ત્રણ જુદાજુદા સ્થળોએ પોલીસે પાડેલ દરોડોામાં જુગારીઓ રંગેહાથ ઝડપાયા હતા. આ તમામ જુગારીઓની સામે ગુનો નોંધી હદ ધરાવતા પોલીસ મથકોએેથી જામીન પર છુટકારો આપવામાં આવ્યો હતો. આ જુગારધામો ભાલેજ, બોરસદ સટી અને ઉમરેઠમાં ચાલતા હતા.જ્યાંથી પોલીસે ૧૪ ઈસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ તમામ ઈસમો સામે ગુનો નોંધી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

આ ઘટનાઓમાં પ્રાપ્ત વિગતો અનુસાર ભાલેજ તાબે હેમરાજપુર કેનાલ પાસે ગઈ કાલે મોડી સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમ્યાન વિજય ગોરધનભાઈ, રમેશભાઈ શીવાભાઈ, વિષ્નુ કાન્તીભાઈ, બળવંત કાન્તીભાઈ તમામ પરમાર જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. આ તમામ ઈસમો પાસેથી અને દાવ પરથી ૮૭૦/-ની રકમ રંગેહાથ ઝડપી લેવામાં આવી હતી.

(5:33 pm IST)