Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ગોધરાના સાતપુલ નજીક ગૌમાંસ બચાવવા ગયેલ પોલીસે પર ગ્રામજનોનો જીવલેણ હુમલો

ગોધરા:શહેરના સાતપુલ વિસ્તારમાં ગૌવંસ બચાવવા માટે ગયેલી પોલીસ ટીમ સાથે સ્થાનિક લોકોના ટોળાએ અવરોધ ઉભો કરતા મામલો બિચક્યો હતો. મલો બિચક્યો હતો. 

પોલીસે ટોળાને વિખેરવા નવ જેટલા ટીયરગેસના સેલ છોડયા હતા. આ બનાવની જાણ જિલ્લા પોલીસવડાને થતાં તેઓ તાત્કાલિક શહેર બી ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસે ૧૪ જેટલા ગૌવંશને બચાવી પરવડી સ્થિત પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.

મળતી માહિતી અનુસાર ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં સાતપુલ વિસ્તારમાં આજે સાંજે કતલના ઈરાદે ગોંધી રાખવામાં આવેલા ગૌવંશને બચાવવા પોલીસ ગઈ હતી. સ્થાનિકલોકોનું ખુબ જ મોટું ટોળુ ધસી આવ્યું હતુ. પોલીસની કામગીરીમાં ટોળીએ અવરોધ ઉભો કરતાં મામલો બિચક્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે નવ જેટલા ટીયરગેસના સેલ છોડયા હતા. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

(5:32 pm IST)