Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

આણંદમાં એલસીબીએ મકાનમાં ધમધમતું કુટણખાનું ઝડપી બે પરપ્રાંતીય યુવતીઓની ધરપકડ કરી

આણંદ:માં એક વાર ફરી એલસીબી પોલીસે રેડ કરીને કુટણખાનું ઝડપ્યું હતું. એક ફેલેટમાં બે પરપ્રાંતીય યુવતીઓ લાવીને બે યુવકો દેહવેપારનો ધંધો કરાવતા હોવાનું ખુલતા પોલીસે બંનેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. અગાઉ આ ફ્લેટમાંથી છ માસ અગાઉ પણ કુટણખાનું ઝડપાયું હતું,

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા તક્ષસીલા ફલેટના ચોથા માળે આણંદ એલસીબીએ રેડ કરી હતી. જ્યાં પોલીસને એક ફેલેટમાંથી બે પરપ્રાંતીય યુવતીઓ દેહવેપાર કરતા ઝડપી હતી. આ ઘટનામાં બે યુવકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના વિશે એક સ્થાનિકે જણાવ્યું હતું કે, આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા તક્ષસીલા ફલેટના ચોથા માળે ફલેટ નં 405,406 અને 408માં મેહુલ ગોહેલ અને મેહુલ અશોકભાઇ રાણા બહારથી યુવતીઓ બોલાવીને દેહવેપાર કરાવે છે. તેમજ જુગાર,દારૂ અને ગાંજાનો પણ ધંધો કરે છે. તેમના ત્રાસથી ફલેટમાં રહેતા અન્ય રહિશો પણ તેમની આ હરકતોથી હેરાન પરેશાન રહેતા હતા. જેથી ઘટનાનો પર્દાફાશ કરવા આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એન ડી નકુમે સ્ટાફના બે કોન્સ્ટેબલોને ડમી ગ્રાહક તરીકે મોકલીને રેડ કરાવી હતી.

(5:32 pm IST)