Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

આણંદ નજીક બાકરોલમાં દુકાનનું પતરું તોડી તસ્કરોએ 46 હજારની મતાની ઉઠાંતરી કરી

આણંદ:નજીક આવેલા બાકરોલ ગામની એક સોસાયટી બહાર આવેલી દુકાનમાં ત્રણેક દિવસ પહેલા રાત્રીના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરો ઉપરનું પતરુ ખોલીને અંદર પ્રવેશ કરી ૪૬ હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ફરિયાદી અંકુશ પ્રકાશચન્દ્ર ભંડારીની બાકરોલ ગામની ત્રિવેણી વિશ્વ સોસાયટી બહાર સુપર સ્ટોર નામની દુકાન આવેલી છે ગત ૧૭મી તારીખના રોજ રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને પતરું ખોલીને અંદર પ્રવેશ કરી દેશી ઘીના નાનામોટા ૩૪ ડબ્બા, વીક્સની ૭૮ બોટલો, ૭૫ પરફ્યુમની બોટલો, ૧૫ ડબ્બા ચોકલેટ, ૧૭ કિલો જેટલું ડ્રાયફુટ અને મસાલા, ચાંદીનો સિક્કો, રોકડા તથા મોબાઈલ ફોન વગેરે મળીને કુલ ૪૬૩૬૭ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

(5:32 pm IST)