Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

નડિયાદના જોરાપુરાની સીમમાં તસ્કરોએ સોલાર પેનલની સામગ્રી ચોરી છનનન...

નડિયાદ:તાલુકાના જોરાપુરા સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઉપરથી કોઈ તસ્કરો સીસીટીવી નં.૩ તથા સોલાર પેનલની સામગ્રી કુલ રૂપિયા ૨૦,૦૦૦ની મતા ચોરી ગયા હતા. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના જોરાપુરા સીમમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર સીસીટીવી કેમેરા તેમજ સોલાર પેનલો નાંખવામાં આવી છે. કોઈ તસ્કર ટોળકી તા.૩૧-૭-૧૮ થી તા. ૨-૮-૧૮ દરમિયાન ચેનેજ નં.૩૩ + ૪૮૦ હાઈવેની વચ્ચે લગાવેલ સીસીટીવી કેમરેા નં.૩, સોલાર પેનલ પ્લેટ રૂપિયા ૬૦૦૦ તથા બેટરી નં.૨ રૂપિયા ૬૦૦૦ તથા પાવર બુસ્ટર રૂપિયા ૫૦૦૦ તથા બેટરી ચાર્જર નં.૨ રૂપિયા ૩૦૦૦ ની મળી કુલ રૂપિયા ૨૦,૦૦૦ની મતા ચોરી ગયા હતા. 
આ બનાવ અંગે મહેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ પરમાર (રહે. હરીપુરા,બોરીયાવી) ની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:31 pm IST)