Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કપડવંજ ટાઉન પોલીસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમોને 33 હજારની રોકડ સાથે દબોચ્યા

કપડવંજ:ટાઉન પોલીસે અંતિસર દરવાજા વિસ્તારમાંથી જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ ટાઉન પોલીસે અંતિસર દરવાજા વિસ્તારમાં ગઈકાલે સાંજે ખુલ્લામાં જુગાર રમતા સાત ઈસમોને પત્તા પાના તથા જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં પ્રકાશ નાગજીભાઈ મારવાડી, વિનોદ વરતાજા મારવાડી, ધીરજ સુખાજી મારવાડી, રમણ પ્રતાપભાઈ મારવાડી, જશુ કાંતીભાઈ સોલંકી તથા લ-મણભાઈ ઠાકોર તેમજ અન્ય એક ઈસમનો સમાવેશ થાય છે. પોલીસે દાવ ઉપરથી તેમજ અંગજડતીમાં મળી કુલ રૂપિયા ૩૩,૧૪૦ રોકડા તથા જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા. 
આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:30 pm IST)