Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ખેડુતોને રાહતઃ રી-સર્વે પછીનું પ્રમોલગેશન સ્થગિત

વાંધા અરજીની તપાસ કરી ન્યાય અપાશેઃ કૌશીક પટેલ

રાજકોટ, તા. ૨૧ :. રાજ્ય સરકારે ખેતીની જમીનમાં આવેલી વાંધા અરજીમાં તપાસ કરી ખેડૂતોને ન્યાય આપવાની હૈયાધારણા આપી છે. રીસર્વેમા ગોટાળાની ફરીયાદોની સરકારે ગંભીર નોંધ લઈ જવાબદાર એજન્સી સામે તપાસ કરવાની અને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યુ છે. પ્રમોલગેશન તરીકે ઓળખાતી નવો રેકોર્ડ તૈયાર કરવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. જ્યાં જરૂર પડે ત્યાં પુનઃ માપણી કરવામાં આવશે.  મહેસુલ મંત્રી કૌશિક પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉપરોકત નિર્દેશ કરેલ. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(4:38 pm IST)