Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અમદાવાદમાં ૨૫મીથી ૧૪૪ કલમ : જાહેરનામુ

સરકાર જેલ કે ઘરમાં પુરશે તો ત્યાં પણ ઉપવાસ કરીશ : સુરત પાસના અલ્પેશ કથિરીયા ૪ દિવસના રીમાન્ડ પર : હાર્દિકના ઘર પાસેથી સમીયાણા હટાવ્યા

રાજકોટ તા. ૨૧ : પાટીદાર નેતા હાર્દિક પટેલના અમદાવાદના ઉપવાસ આંદોલનને ધ્યાને લઇ સરકારે ૧૪૪મી કલમ ૨૫મીથી લગાવ્યાનું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.

હાર્દિક પટેલ જજનાં નિવાસ સ્થાને અલ્પેશ કથિરિયાના સમર્થનમાં પહોંચ્યો હતો અલ્પેશ કથિરિયાને આજે સાંજે જજના નિવાસસ્થાને રજૂ કરાયો હતો આ વેળાએ હાર્દિક પટેલે કહ્યું હતું કે સરકાર કદાચ મને જેલમાં પુરશે તો ત્યાં પણ ઉપવાસ કરીશ અને ઘરે પુરશે તો ઘરમાં ઉપવાસ પર બેસીશ.

ઙ્ગઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષ ૨૦૧૫ દરમિયાન હાર્દિક પટેલ અને તેના સાથીદારો પર રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે અલ્પેશ કથીરિયા વોન્ટેડ હતો. જેમાં રવિવારે ક્રાઈમ બ્રાંચ તેની ધરપકડ કરી હતી. બાદમાં અલ્પેશની મેડીકલ સહિતની કાર્યવાહી કરવામાં આવી. જયારે અન્ય તપાસ ચાલી રહી છે. સાંજે તેને જજના નિવાસસ્થાને રજૂ કરાયો. જયાં હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા પણ પહોંચ્યા હતા. અલ્પેશ કથિરીયાને ૪ દિવસની રિમાન્ડ પર સોંપાયા છે.

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ આંદોલન પહેલા અમદાવાદમાં ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘે જાહેરનામુ બહાર પાડીને શહેરમાં ૧૪ દિવસ સુધી કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. જે ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધીનું રહેશે. જેને પગલે હવે શહેરમાં એક જ સ્થળે લોકોનું ટોળુ એકઠા નહીં થઈ શકે. સાથે જ પોલીસ કમિશનરે પોતાના જાહેરનામામાં ઈજા પહોંચે તેવા હથિયારો સાથે રાખવાની મનાઈ ફરમાવી છે. ઙ્ગસ્ફોટક પદાર્થ સાથે નહીં રાખવા, પથ્થર હથિયારો સાથે એકઠા ન થવું, સળગતી મશાલો સરઘસ સાથે ન રાખવી, વ્યકિત અથવા આકૃતિ અથવા પૂતળા ન દેખાડવા, એકઠા થઇને બૂમો ન પાડવી, છટાદાર ભાષણો ન આપવા, જેનાથી રાજયની સલામતી જોખમાય એ કાર્ય ન કરવા આદેશ કરવામાં આવ્યા છે.ઙ્ગ

હાર્દિક પટેલ તેના ઘરની બાજુમાં જે જગ્યાએ ઉપવાસ કરવાનો છે ત્યાં તેણે મંડપ બંધાવ્યો હતો. તે મંડપ દૂર કરાયો છે. ૨૫ ઓગસ્ટથી હાર્દિકે પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેસવા કયાંય મંજૂરી નહીં મળતાં તેણે તેના ઘરે જ ઉપવાસ પર બેસવાનો નિર્ણય કર્યો છે. ત્યારે તેના ઘરની બહાર શમિયાણો બંધાતો હતો તે દૂર કરી દેવામાં આવ્યો છે. ઉપવાસ માટે મંજૂરી ન મળતાં તેણે હવે કાયદાકીય લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે.

(3:31 pm IST)