Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દવા ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૩૩ ટકા, યુ.એસ.ની ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમે મુલાકાત લીધી

દવાની ગુણવત્તામાં ઉત્તરોતર વધારો થવાની આશા

યુનાઇટેડ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશનની ઉચ્ચ કક્ષાની ટીમે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી માહિતી મેળવેલ તે પ્રસંગની તસ્વીર. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ.જી.કોશિયાએ સૌન. આવકાર્યા હતા.

 ગાંધીનગર તા. ૨૧ : યુનાઇટેડ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશનઙ્ગ (U.S.F.D.A.) ના સાત અધિકારીઓની ટીમઙ્ગ રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાતે આવેલ. જેમાં શ્રી કાર્લ શિયાચીટાનો, સિનિ. એડવાઇઝર,ઓફીસ ઓફ ધ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ, F.D.A., ડો. લેટીટીયા રોબિન્સન, કન્ટ્રી ડિરેકટર, એફ.ડી.આઇ. ઇન્ડીયા ઓફીસ, શ્રી થોમસ અરિસ્થા, ડેપ્યુટી ડાયરેકટર સહિત અન્ય ચાર સિનિયર અધિકારીઓ આ આવ્યા હતા. તેમ ખોરોક અને ઔષધ નિયમન તંત્રના કમિમશન શ્રી ડો.એચ.જી.કોશિયા જણાવે છે.

આઙ્ગડેલીગેશન રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર સહિત સંયુ્કત કમિશનર, નાયબ કમિશનર તથા ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરાના સિનિયર અધિકારીઓ સાથે મુલાકાત કરેલ. મુલાકાત દરમિયાન ફાર્મા ક્ષેત્રે ટ્રેનીંગ, કેપેસીટી બિલ્ડીંગ, નોલેજ શેરીંગ અને ઇન્ફરમેશન શેરીંગ જેવા મહત્વના વિષયો ઉપર ચર્ચા કરી હતી.

ગુજરાત દેશમાં ફાર્મા ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે અને દવાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૩૩ ટકા જેટલો છે. દેશમાંથી થતી દવાના નિકાસમાં ૨૮ ટકા ગુજરાતનો સિંહ ફાળો રહ્યો છે. હાલ ગુજરાતમાં આશરે ૧૧૭ જેટલા દવાના યુનિટો U.S.F.D.A. ની માન્યતા ધરાવે છે અને દવાની નિકાસ અમેરિકામાં મોટા પાયે કરે છે, રાજયની ફાર્મા ઉદ્યોગમાં સક્રિય ભૂમિકા ધ્યાને લઇ રાજયમાં આવેલા દવાના યુનિટો ઉપર નિયંત્રણ કરનાર ખોરાક અને નિયમન તંત્ર અને તેની પ્રયોગશાળાની મુલાકાત લઇ, માહિતીનુંઙ્ગ આદાન-પ્રદાન કરેલ જેના લીધે રાજયમાં બનતી અને વિતરણ થતી દવાની ગુણવત્તા ઉપર નિયંત્રણની કામગીરી વધુ અસરકારક બનશે અને દવાની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થશે તેમજ રાજયના અને દેશના નાગરિકોને વધુ સારી ગુણવત્તાવાળી દવા ઉપલબ્ધ થશે તેમ ડો. એચ.જી.કોશિયા જણાવે છે.

(3:31 pm IST)