Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દુકાનદારને માર માર્યો-તોડફોડ કરી ને સોસાયટીની પ મોટરોનો ભૂકકો બોલાવ્યો

ઉધારમાં આપેલ માલના પૈસા માગતા મગજ છટકયો

રાજકોટ :.. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે.અમદાવાદના મેઘાણીનગરમાં કેશબાગ સોસાયટી ખાતે રહેતા અને કલાપીનગર નજીક ઉમીયા સોસાયટી પાસે કેશવ કિરાણા સ્ટોર નામની દુકાન ધરાવતા શૈલેષભાઇ પટેલે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે, રાત્રે મેઘાણીનગરમાં કેશવબાગ સોસાયટીમાં  રહેતા  અજય ચૌહાણ આવીને કહ્યું કે અગાઉ મારા સામે કેમ ફરીયાદ કરી હતી. અત્યારે સામાન લેવા આવ્યો છું તારે મને ઉધારમાં આપવો પડશે. એમ કહેતા દુકાનદારે ઉધારમાં આપવાની ના પાડી હતી. જેથી અજય ઉશ્કેરાઇ ગયો હતો અને શૈલેષ પટેલને મોઢાના ભાગે માર માર્યો હતો. દુકાનમાં પણ તોડફોડ કરી હતી. એટલું જ નહી ગુસ્સામાં આવીને નજીકમાં આવેલી ઉમીયા સોસાયટીના કેમ્પમાં પાર્ક કરેલી પાંચ જેટલી કારમાં તોડફોડ કરી હતી.

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી. જી. સરવૈયાના જણાવ્યા પ્રમાણે અજય ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ દુકાનદારે ઉધારમાં આપેલી ચીજ વસ્તુના પૈસા બાકી હતા તે આપતો ન હતો અને ગઇકાલે ફરીથી ઉધારમાં આપવાની દુકાનદારે ના પાડી હતી જેથી દારૂના નશામાં તેણે તોડફોડ કરીને ધમાલ મચાવી હતી.

(3:16 pm IST)