Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરી જૂથનો દબદબો: અાશાબેન ઠાકોરના માછે ચેરમેન પદે: મોંઘજીભાઈ ચૌધરી બન્યા વાઇસ ચેરમેન

મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હતી. હાઈકોર્ટના એડીશનલ રજીસ્ટ્રાર ઓબ્ઝર્વરની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં બેલેટ પેપેરથી મતદાન કરવામાં આવી રહ્યું છે. CCTV હેઠળ ઈન કેમેરા ચૂંટણી પ્રક્રિયા યોજાઈ છે. કોર્ટના અધિકારીની હાજરી અને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું

 અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી કાયદાની કલમ-૯૩ હેઠળ ચૂંટણી લડવા તેઓ ગેરલાયક ઠેરવાયેલા હોવાથી ચૂંટણી નહિ લડી શકે. અા ચૂંટમીમાં મતદાનને અંતે અાશાબેન ઠાકોરની ચેરમેન તરીકે નિમણુંક કરાઈ હતી. જ્યારે વાઈસ ચેરમેન પદ મોંઘજીભાઈ ચૌધરીના ફાળે ગયું હતું

  દૂધસાગર ડેરીની ગણના ઉત્તર ગુજરાતમાં અગ્રણી ડેરીમાં ગણાય છે. જેનું વાર્ષિક ટર્નઅોવર હજાર કરોડની અાસપાસ છે. દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરી જૂથનો દબદબો રહ્યો છે. ડેરીમાં હાલમાં જૂથવાદ ચરમસીમાઅે છે ત્યારે વિપુલ ચૌધરીના સમર્થકોની જીતને પગલે ચૌધરી માટે પણ રાહતના સમાચાર છે. હાલમાં વિપુલ ચૌધરી કાયદાની અાંટી ઘૂંટીમાં ફસાઈ ગયા છે

(1:23 pm IST)