Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સરદાર સરોવર ડેમની સપાટી 115,05 મીટરે પહોંચી :ચાર દિવસમાં સપાટી 4 મીટર વધી

અમદાવાદ :મધ્ય પ્રદેશ અને ડેમના ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ડેમમાં 30 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં ડેમની સપાટીમાં પાંચ મીટરનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 115.05 મીટર પર પહોંચી છે.

  એક અંદાજ પ્રમાણે ડેમમાં હાલ ગુજરાતમાં એક વર્ષ સુધી પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય એટલો પાણીનો જથ્થો છે. હાલ ડેમમાં 500.56 એમસીએમ લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

 

(1:02 pm IST)