Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો મુકામઃ વધઈ ૭, વાલોળ-વ્યારા ૬ ઈંચ

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૨ ઈંચ... કચ્છ અને ઉત્તર ગુજરાત મોટાભાગે કોરોધાકોડ

વાપી, તા. ૨૧ :. પવિત્ર શ્રાવણ માસના બીજા અઠવાડિયામાં મેઘરાજાએ જાણે હવે પોતાનો મુકામ દ. ગુજરાત ભણી કરતા અહીં ૭ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં ૨ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યના આશરે ૭૦ જેટલા તાલુકાઓમાં ૧ મી.મી.થી લઈ ૨૫ મી.મી. સુધીનો હળવો વરસાદ નોંધાયો છે તો કચ્છ અને ઉ.ગુજરાત પંથકમાં છુટાછવાયા ઝાપટાને બાદ કરતા મોટાભાગે વરસાદ નીલ રહેવા પામ્યો છે.

ફલડ્ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડામાં ડાંગ જિલ્લાના વધઈ પંથકમાં ૧૬૪ મી.મી., શુબીર ૬૮ મી.મી. અને આહવા ૫૫ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત વ્યારા ૧૩૭ મીમી, વાલોળ ૧૩૩ મીમી, ડોલવણ ૧૦ર મીમી, મહુવા ૯૭ મીમી, બારડોલી ૯૪ મીમી, સોનગઢ ૮૬ મીમી, ચોર્યાસી ૮ર મીમી અને ગુજરાતના ચેરાપુંજી સમાન કપરાડામાં ૭૭ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે પલસાણા ૭૩ મીમી, ઉમરપાડા ૭૦ મીમી, નવસારી પ૯ મીમી, સુરત સીટી અને ધરમપુર પ૭-પ૭ મીમી, વાંસદા પપ મીમી, બોરસાદ અને નેત્રંગ પ૩-પ૩ મીમી , વાધરા પર મીમી, જેતપુર પાવી અને ગરબડા પ૦-પ૦ મીમી નાંદોદ અને જાલોદ ૪૯-૪૯ મીમી, આમોદ અને ડેડીયાપાડા ૪૮-૪૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત ઉચ્છલ ૪૬ મીમી, ખંભાતઅને તિલકવાડા ૪પ-૪પ મીમી, ઝઘડીયા ૪૪ મીમી, દાહોદ અને માંડવી ૪૩-૪૩ મીમી, ભરૂચ ૪ર મીમી, મહેમદાબાદ અને વાલિયા ૩૯-૩૯ મીમી, ગણદેવી ૩૮ મીમી, કરજણ અને વાપી ૩૭-૩૭ મીમી વરસાદ નોંધાયેલ છે.

વાસો અને કવાટ ૩પ-૩પ મીમી, પેટલાદ અને ચીખલી ૩૪-૩૪ મીમી, જંબુસર ૩ર મીમી, અંકલેશ્વર ૩૧ મીમી, હાલોલ અને ઓલપાડ ર૮-ર૮ મીમી, ફતેપુરા અને વલસાડ ર૭-ર૭ મીમી અને હાંસોટ તથા માંગરોળ ર૬-ર૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ સિવાયના ૭૧ જેટલા તાલુકાઓમાં ૧ મીમીથી લઇ રપ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.(૨-૬)

(11:51 am IST)