Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ઉડતા પંજાબનું ગુજરાત કનેકશનઃ જીરૃં ભરેલા ટ્રકમાં પહોંચાડાતું હતું હેરોઇન

અમદાવાદ તા.ર૧ : ગુજરાત એટીએસ દ્વારા એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે એટીએસના જણાવ્યા અનુસાર ડ્રગ માફિયાઓ દ્વારા મેહસાણાના ઉંઝાથી જીરૂ ભરેલા ટ્રકમાં ઉત્તર ભારતમાં હેરોઇનની હેરાફેરી કરવામાં આવતી હતી. હેરોઇન પાકિસ્તાનથી માંડવીના દરિયા કિનારે પહોંચતું હતુ઼.

એટીએસના અધિકારઓના જણાવ્ય અનુસાર, આ પહેલા પણ આ જ રીતથી ઉત્તર ભારતના રાજ્યોમાં ર૦૦ કિલો હેરોઇન લાવવામાં આવ્યું હતું., અત્યારે બે મુખ્ય ડ્રગ માફીયાઓની ૧૦૦ કિલોના કન્સાઇનમેન્ટ સાથે ધરપકડ કરવામાં આવી છે એટીએસના સુત્રોએ જણાવ્યું કે, એજન્સીને શંકા છે કે પાકિસ્તાનથી જે ડ્રગ ડીલર્સ ભારત હેરોઇન મોકલી રહ્યા

 છે તે આતંકવાદી સંગઠન જૈન-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે.

એટીએસના એક અધિકારીએ જણાવ્યું કે, ૧૦૦ કિલોના હેરોઇનનું કન્સાઇનમેન્ટ લેનાર માંડવીનો ટ્રાન્સપોર્ટર રફીક સમરા જીરૂ ભરેલા ટ્રકમાં હેરોઇન છુપાવીીને રાજસ્થાન થઇને ઉંઝાથી પંજાબ લ જતો હતો. ૧પ દિવસ પહેલા ગુજરાત એટીએસએ જામ સાલયાથી અબ્દુલ અઝીઝ ભાગડ નામના વ્યકિતને પાંચ કિલો હેરોઇન સાથે પકડયો હતો. ત્યારપછી હેરોઇનની હેરાફેરીની આ રીતનો ખુલાસો થયો હતો.

એટીએસ અધિકારીએ જણાવ્યું કે, અબ્દુલે ખુલાસો કર્યો કે તે પાંચ કિલો હેરોઇન પાકિસ્તાનથી માંડવીના દરિયાકિનારે લાવવામાં આવેલા ૧૦૦ કિલો હેરોઇનના કન્સાઇનમેન્ટનો ભાગ હતો. અબ્દુલ અઝીઝે આપેલ જાણકારી અનુસાર સુમરાની ધરપકડ કરવામાં આવી હતી.

એટીએસ ઓફિસરે જણાવ્યું કે, માંડવીથી હેરોઇનને બેગમાં પેક કરીને ઉંઝા લાવવામાં આવતુ હતું એટીએસ અત્યારે પંજાબ પોલીસના સંપર્કમાં છે, જેનાથી આ કૌભાંડ સાથે સંકળાયેલા ડ્રગ ડીલર્સની ઓળખ કરી શકાય. એટીએસના અધિારીઓએ જણાવ્યું કે, તેમણે બીજા પણ ટ્રક ડ્રાઇવર્સને પકડયા છે જે જીરૂ ભરેલી ટ્રકમાં હેરોઇન છુપાવીને ઉત્તર ભારતના રાજ્યોમાં લઇ જતા હતા. પાકિસ્તાનથી ભારત હેરોઇન લાવવામાં આવ્યું ત્યારે વહાણમાં હાજર માછીમારોની પણ ઓળખ કરવામાં આવી છે.(૬.૧૨)

નવુ સીમ લેવુ છે... તો જાતે જવું પડશે : આવી રહી છે યોજના

રાજકોટ, તા. ર૧: યોજના ૧ ઓગસ્ટના લાગુ કરવાની હતી, પરંતુ હવે તે ૧પ સપ્ટમ્બરથી શરૂ થઇ રહી છે. આ યોજના અંતર્ગત મોબાઇલ સીમનું નવું કનેકશન લેવા માટે ફોર્મમાં લગાવવામાં આવેલ ફોટોને તેજ વ્યકિતને સામે બેસાડીને લેવામાં આવેલ ફોટો સાથે સરખાવવામાં આવશે. યુઆઇડીએઆઇએ કહ્યું છે કે જે પણ સર્વિસ પ્રોવાઇડર ૧પ સપ્ટેમ્બરથી આ લક્ષ્યને પૂરૂ નહીં કરે તેને દંડ કરવામાં આવશે. (૮.પ)

(11:50 am IST)