Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સુરતમાં બલીને રોકવા જૈન સમાજે 165 પશુઓને ખરીદી જીવતદાન આપ્યું

મંડીમાંથી 6 લાખની કિંમતે પશુઓની ખરીદી કરીને પાંજરાપોળ મોકલ્યા :જીવન નિર્ભરની જવાબદારી સંઘે લીધી

 

સુરત :સુરત અને જિલ્લામાં માટે બકરા ખરીદી માટેનું મંડી બજાર ભરાયું છે.જેમાં સુરતના  જૈન સમાજ દ્વારા માનવતાનું ઉદાહરણ પૂરું પાડી બકરાઓની થતી બલી રોકવાનો એક પ્રયાસ હાથ ધરતા દિપા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ અને જીવદયા અભિયાન દ્વારા 6 લાખ રૂપિયાની કિંમતે 165 જેટલા બકરાઓની મંડીમાંથી ખરીદી કરી તેઓને જીવનદાન આપવામાં આવ્યું છે.   

   તમામ અબોલ જીવોઓને હવે  સુરતના પાંજરાપોળ ખાતે મોકલી તેના જીવન નિર્ભરની જવાબદારી પણ સંઘે ઉઠાવી છે. જીવદયાપ્રેમીઓએ એમ પણ કહ્યું કે કતલખાને લઈ જવાતા અબોલ જીવોને બચાવવામાં આવે તેવો પ્રયાસ રાજકીય વર્તુળોએ પણ કરવો જોઈએ.

(9:34 pm IST)