Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઓડિસાના સમુદ્ર કિનારે પહોંચ્યું :દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન

 

અમદાવાદ : બંગાળની ખાડીમાં એક હવાનું હળવું દબાણ સર્જાયુ છે. આગળ વધીને ઓડિશાના સમુદ્ર કિનારે પહોંચ્યું છે. ઉપરાંત દક્ષિણ ગુજરાત ઉપર એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. જેથી હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે બે સિસ્ટમ હેઠલ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે

(10:07 pm IST)