Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સરકાર મને જેલમાં પુરશે તો ત્યાં અને ઘરે પુરશે તો ઘરમાં ઉપવાસ કરીશ :હાર્દિક પટેલ

અલ્પેશ કથિરિયાને જજના નિવાસસ્થાને રજુ કરાયોઃ હાર્દિક પટેલ

હાર્દિક પટેલ જજનાં નિવાસ સ્થાને અલ્પેશ કથિરિયાના સમર્થનમાં પહોંચ્યો હતો અલ્પેશ કથિરિયાને આજે સાંજે જજના નિવાસસ્થાને રજૂ કરાયો હતો આ વેળાએ હાર્દિક પટેલે કહ્યું હતું કે સરકાર કદાચ મને જેલમાં પુરશે તો ત્યાં પણ ઉપવાસ કરીશ અને ઘરે પુરશે તો ઘરમાં ઉપવાસ પર બેસીશ.

 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષ ૨૦૧૫ દરમિયાન હાર્દિક પટેલ અને તેના સાથીદારો પર રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે અલ્પેશ કથીરિયા વોન્ટેડ હતો. જેમાં રવિવારે ક્રાઈમ બ્રાંચ તેની ધરપકડ કરી હતી. બાદમાં અલ્પેશની મેડીકલ સહિતની કાર્યવાહી કરવામાં આવી. જયારે અન્ય તપાસ ચાલી રહી છે. સાંજે તેને જજના નિવાસસ્થાને રજૂ કરાયો. જ્યાં હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા પણ પહોંચ્યા હતા.

(8:17 pm IST)