Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

નર્મદામાં લીલીઝમ વનરાજી વચ્ચે ટ્રેકિંગ ફેસ્ટિવલ શરૂ :રાજ્યના 10 જિલ્લાઓના 200 યુવાનો જોડાયા

કેવડિયા રેંજ દ્વારા માળવા ફળિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ટ્રેકિંગ કર્યું

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ચોમાસામાં વનરાજી લીલીછમ વચ્ચે રાજ્યના યુવક યુવતીઓ ટ્રેકિંગની મઝા માણે એ માટે સાતપુડાના ડુંગરોમાં ટ્રેકિંગ સાઈડો બનાવાઈ છે જેથી નર્મદામાં વિવિધ ટ્રેકિંગ એજન્સીઓ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માંથી ટ્રેકિંગની મઝા માણવા  આવે છે, જેનો પ્રારંભ કેવડિયા કોલોની ખાતે કેવડિયા રેંજના RFO વી.પી.ગાભણીયા એ  ટ્રેકિંગ ફેસ્ટિવલનો કરાવ્યો હતો.

અમદાવાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત સહિતના 10 જેટલા જિલ્લાઓમાં થઇ 200 જેટલા યુવાનોએ આ ટ્રેકિંગ ફેસ્ટિવલમાં જોડાયા અને માળવા ફળીયા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ટ્રેકિંગ કર્યું હતું. જેમાં તમામ ડુંગરો માંથી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવાની મઝા સાથે વરસાદી સીઝનમાં ટેકીંગની મઝા માણી હતી.

  આ બાબતે વડિયા રેંજના RFO વી.પી.ગાભણીયા એ જણાવ્યું હતું કે આજથી નર્મદામાં ટ્રેકિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. દર રવિવારની રજાઓમાં આ ટ્રેકિંગ થશે કેવડિયા રેંજમાં આવતા માળવા ફાળિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ટ્રેકિંગનું આયોજન કર્યું જેમાં ટ્રેકિંગ કરતા યુવાનોને જરૂરી વસ્તુઓ અને સુરક્ષા રાખવામાં આવી હતી. અમારો ફોરેસ્ટ સ્ટાફ તમામ ટ્રેકિંગ ટ્રૅક માં હાજર રહ્યો હતો આવા વિવિધ ટ્રેકિંગ ટ્રેક ડેડીયાપાડા, કરજણ ડેમ તમામ વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે જે વિવિધ રેંજો દ્વારા કરવામાં આવશે.

 

(12:07 am IST)