Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

દારૂની હેરાફેરીનો નવતર કીમિયો :સ્કૂલ બેગમાં દારૂ સાથે બે શખ્સોને ઝડપી લેતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

લીમખેડાથીએ સ્કૂલ બેગમાં દારૂ સાથે આવતા બે શખ્સોને બ્રિજ પાસેથી દબોચી લીધા

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સ્કૂલ બેગમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે  ક્રાઇમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરીને  દારૂ, મોબાઇલ અને રોકડ રકમ સહિત 10,290નો મુદ્દામાલ જપ્ત કર્યો છે

  આ અંગેની વિગત મુજબ વડોદરા ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અશ્વિન ચૌહાણે મંગાવેલા ઇગ્લિંશ દારૂને લઇને લીમખેડાથી બે શખ્સ વડોદરા આવવાના છે. જેને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે પંડ્યા બ્રિજ પાસેથી 9, 500 રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સાથે કલ્પેશ મનુભાઇ નિનમા,(રહે, નાનીવાવ, તા. લીમખેડા, જિ.દાહોદ) અને સંજય મથુરભાઇ ડામોર( રહે, ધાનપુર, તા. લીમખેડા જિ.દાહોદ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:32 am IST)