Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ગુજરાતના નવા વરાયેલ પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું સ્વાગત

અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય આવકાર

અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા પદ નામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાત આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે તેમનું સ્વાગત મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ કર્યું હતું

 આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના મેયર બીજલ બહેન પટેલ મુખ્ય સચિવ ડો જે એન સિંહ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સામાન્ય વહીવટ ના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝહા અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે પોલીસ કમિશનર એ કે સિંઘ તેમજ અન્ય વરિષ્ઠ સચિવોએ પદનામિત રાજ્યપાલશ્રી ને આવકારી સ્વાગત કર્યું હતું*

હવાઈ મથકે તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું

પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સોમવારે 22 જુલાઈ 2019 ના રોજ  સવારે 11 વાગ્યે રાજભવન ખાતે યોજાનારા શપથ વિધિ માં ગુજરાતના રાજ્યપાલ પદ ના શપથ લેશે

(9:33 pm IST)