Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ગ્રામ્ય સ્તરે પ્લાસ્ટિકના ઘન કચરાના નિકાલ માટેના વ્યવસ્થાપન તરફ રીલાયન્સ ફાઉન્ડેશનની નવી પહેલ

મુંબઈ ; પ્લાસ્ટિકના ઘન કચરાના નિકાલ માટેના વ્યવસ્થાપન તરફ રિલાયન્સ ફાઉન્ડેશને એક નવી પહેલ કરી છે રાધનપુર અને સાંતલપુર તાલુકાની મસાલી,ચલવાડા,નાયતવાડા અને ધોળકડા તેમજ અબિયાણા એમ કુલ ૫ ગ્રામ પંચાયતો સાથે રહી નવતર પહેલ કરી છે

      ગુજરાતના પ્લાસ્ટિકનું નામ સાંભળતા જ નજરની સામે પ્લાસ્ટિકના ઢગલા અને ઘન કચરા દ્વારા થતી ગંદકી નો વિચાર પહેલા આવે તેના નિરાકરણ માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર વિવિધ પ્રકારના પ્રયાસો કરી રહી છે પરંતુ આજે જીવન જરૂરીયાત ની તમામ ચીજ વસ્તુ ઓ કાતો પ્લાસ્ટિક થી બને છે નહીતો પ્લાસ્ટિક મા પેક થાય છે જેના કારણે પ્લાસ્ટિક થી બનતી વિવિધ વસ્તુઓ આજે માનવજીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે જેના કારણે પ્લાસ્ટિક થી બનેલી વસ્તુઓ માનવ જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવેછે  આનુ કારણ છે કે આવિ વસ્તુ ઓ ઓછા ખર્ચમાં વિવિધ રંગો અને આકાર મા મળતી હોયછે તેમજ બધી જગ્યાયે સરળતાથી મળતી અને સચવાતી હોવાથી લોકો મા આકર્ષક ઉભુ કરે છે જેના કારણે દિન પ્રતીદીન વપરાશ મા વધારો નોંધાય છે આવા સમયે લોકો ને પ્લાસ્ટિક વાપરવાનુ બંધ કરવા અથવા ઓંછુ ઉપયોગ કરવાનુ સમજાવવા પાછળ સમય અને ખર્ચ કરવા વ્યર્થ છે 

 

  પરંતુ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓના વપરાશ બાદ તેના ધન કચરા થી પર્યાવરણ અને માનવ જીવનને થતા નુકસાન ના નિરાકરણ બાબતે વિચારવાની ખાસ જરૂર છે ત્યારે

રીલાયન્સ ફાઊંન્ડેશન રાધનપુર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગરામ અંતરગત રાધનપુર અને સાંતલપુર તાલુકાની મસાલી,ચલવાડા,નાયતવાડા અને ધોળકડા તેમજ અબિયાણા એમ કુલ ૫ ગ્રામ પંચાયતો સાથે રહી ગ્રામ પંચાયત વિકાસ આયોજન બનાવવામા આવેલ જેમા પ્લાસ્ટિક ઘન કચરાનો નિકાલ (પ્લાસ્ટિક રીસાયકલીન દ્વારા નિરાકરણ) ના મુદ્દા પરની  કામગીરી ને અગ્રતાક્રમ મા રાખી ગ્રામસભામાં અગત્યતા આપવામાં આવી હોવાથી રીલાયન્સ ફાઊંન્ડેશન દ્વારા અલગ અલગ દાતાઓ સાથે વાત કરી કચરાપેટી અને સફાઇ કામદારની અને કચરો ઉપાડવા ટ્રાઈસીકલ વેન પંચીગ પ્રેસર પેકિંગ સ્ટોરેજ વ્યવસ્થા મા લોકભાગીદારી થી આયોજન કરવામા આવેલ આ પાંચ ગ્રામ પંચાયતો દ્વારા જે પ્લાસ્ટિક ધન કચરાનુ એકત્રિ કરણ થયુ તેનુ રીસાઇકલ કરવા માટે અમદાવદ મા આવેલ પ્લાંટ પર મોક્લી તેમાથી લોકો બેસી શકે તેવો બાંકડા બનાવવામાં આવ્યા હતા જે નવિનતા સભર કાર્ય ને બિરદાવતા તાલુકા સ્તરે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ જેમા રીલાયન્સ ફાઊંન્ડેશન ટિમ લીડર શ્રીમાન નિરપતભાઈ કિરાર દ્વારા ગ્રામીણ વિકાસ ના ક્ષેત્રે રીલાયન્સ ફાઊંન્ડેશન દ્વારા કરવામા આવતી વિવિધકામગીરી ની માહીતી આપવામા આવેલ તેમજ રીલાયન્સ કંપની માથી આવેલ પ્રવિણભાઈ ગુપ્તા સાહેબે દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને તેમાથી બનતી અલગ અલગ વસ્તુઓ ની માહિતી આપી હતી તેમજ ગામ સ્તરે પ્લાસ્ટિક વેસ્ટ એકત્રીકરણ માટેની પંચાયત દ્વારા જે વ્યવસ્થા ઉભી કરી હતી તેની વિગતવાર માહિતી આપી બીજી ગ્રામ પંચાયતોને પણ આ બાબતે  કાર્ય કરવા પ્રોત્સાહિત કરેલ આ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેંટ કાર્યક્રમ મા સંચાલક વર્સાબેન મહેતા દ્વારા જણાવેલ કે જો આ રીલાયન્સ ફાઉંડેશન ના મોડેલ ને ગુજરાત સરકાર ના સ્વચ્છભારત મીશન જેવા અન્ય કાર્યક્રમો અંદર સમાવેશ કરી પંચાયતો ને માહીતી માર્ગદર્શન સાથે જો આર્થીક સહયોગ મલે તો ગુજરાત ના ધણા ગામો ની સમસ્યાનુ નિરાકરણ થય સકે એમ છે નાયતવાડા ગામ ના લાખાભાઇ રબારી એ પોતાના ગામમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કાર્યક્રમ મા કરેલ કામગીરી ની વિગતવાર માહિતી આપી હતી. આ સાથે પાંચેય ગામ પંચાયતોમાથી એકઠુ કરેલ પ્લાસ્ટિકનું  રીસાયકલ કરી જે બાંકડા બનાવવામાં આવ્યા હતા તે ને આજની કાર્યશાળામા તાલુકા વિકાસ આધિકારી સાહેબ અને તાલુકા પ્રમુખશ્રી ના હસ્તે મસાલી, ચલવાડા, નાયતવાડા, ધોડકળા અને અબીયાના ગામના સરપંચ અને તલાટીશ્રી ઓને અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યશાળામાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રમુખશ્રી, આરોગ્ય વિભાગના અધિકારીઓ, મનરેગા અને સ્વસ્છ ભારત અભિયાનની ટીમ તથા રીલાયન્સ ફાઊંન્ડેશનની ટીમ તેમજ ૫૬ ગામના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ  હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ.

(4:59 pm IST)