Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

અમદાવાદ જિલ્‍લાના ખેડૂતોનો પાર્ક બચાવવા સોમવારે ફતેહવાડી કેનાલમાં પાણી છોડવા સરકારનો નિર્ણય

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે હજુ સુધી વરસાદ પડ્યો જ નથી. જેના કારણે પાણી વગર જિલ્લાના ખેડૂતો વલખાં મારી રહ્યા છે. ખેતરમાં તેમણે વાવણી તો કરી નાખી પરંતુ વરસાદ ન આવતાં બિયારણ સુકાઈ જવાનો વારો આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ વિધાનસભામાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે ફતેહવાડી કેનાલમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવશે એવી જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી.

હવે છેક છેલ્લી ઘડીઓ ફરીથી નિર્ણય બદલવામાં આવ્યો છે અને ફતેહવાડી કેનાલમાં સોમવારે પાણી છોડવામાં આવશે એવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. જેનું કારણ સરકારે એવું જણાવ્યું છે કે, વાસણા બેરેજ ખાતે પુરતું લેવલ નથી, ફતેહવાડી કેનાલમાં પાણી આપવા માટે હજુ વધુ લેવલની જરૂર છે.

(2:31 pm IST)