Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

લ્‍યો કરો વાત.. અમદાવાદના ખોખરા વિસ્‍તારમાંથી બે શખ્‍સોએ કૂતરાની ચોરી કરી જો કે પોલીસે ઝડપી લેતા પોતે ડોગ પ્રેમી હોવાનો દેખાડો કર્યો : પોલીસે બંને ડોગ તેના માલિકને પરત કર્યા

અમદાવાદ :અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી વિદેશી કૂતરાની ચોરી થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી કૂતરો પણ મૂળ માલિકને પરત અપાવ્યું છે. ત્યારે આરોપીઓ તરફે પોલીસ સમક્ષ એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે, તેઓ ડોગ પ્રેમી છે. જે કૂતરાની ચોરી કરી હતી તેને બીમારી હતી તેથી સારવાર માટે લઇ જઈ રહ્યાં હતા. પરંતુ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ પકડમાં રહેલ બે યુવકો પર વિદેશી ડોગ ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. જે બંન્ને શખ્સોએ ખોખરા એક્સપ્રેસ હાઇવે પાસે આવેલી વ્રજભૂમિ સોસાયટીમાંથી ગુરૂવારના રોજ ગ્રેડન મર્લિક્યુમ જાતના કૂતરાની ચોરી કરી હતી. બાદમાં CCTV ફૂટેજના આધારે પોલીસે બાઈકના નંબર પરથી કૂતરાની ચોરી કરનારા પકડાઈ ગયા હતા. હાટકેશ્વરના ગોપાલ નગરમાં રહેતા નયન ઠાકોર અને કૌશલ ચાવડાને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી કૂતરાને કબજે કરીને મૂળ માલિકને પરત આપ્યો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા નયન ઠાકોરે જણાવ્યું હતું કે, તે ડોગ પ્રેમી છે અને અગાઉ તેની પાસે કુતરા હતા. પણ આ કૂતરાને ખરજવાની બીમારી જેવુ લાગતા

સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

(11:57 am IST)