Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

નર્મદા ડેમની સતત વધતી સપાટી :12 કલાકમાં 9 સે,મી,વધી ;જળ સપાટી 121,26 મીટરે પહોંચી

ઉપરવાસમાંથી આવક વધીને 32910 ક્યુસેક પાણીની આવક

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની જળ સપાટી 12 કલાકમાં 9 સેમીનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 121.26 મીટર પર છે. સવારે ઉપરવાસમાંથી 27 હજાર 159 ક્યુસેક પાણીની આવક થઇ હતી. હાલમા 32 હજાર 910 કયુસેક પાણીની આવક થઈ હતી.

  મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ડેમ અગ્રેસર છે. હાલ ગુજરાતમાં સિંચાઈ માટે 9 હજાર 207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1 હજાર 340 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે..મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ટરબાઇન ચાલુ રહેતા ડેમ સપાટીમાં વધારો થયો છે

(11:46 pm IST)