Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

હિંમતનગર નજીક પોલીસે બાતમીના આધારે 30 બાઈકો સાથે ચોરોને ઝડપ્યા

હિંમતનગર:છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં વાહનચોરીના બનાવોએ માઝા મુકી છે ત્યારે સાબરકાંઠા પોલીસે બાતમીને આધારે શુક્રવારે ખેરોજ ત્રણ રસ્તા પરથી નંબર વગરના એક બાઈક પર બેસી જઈ રહેલા બે યુવાનોને અટકાવી પૂછપરછ કરતા તેમણે અત્યાર સુધીમાં ત્રણ જિલ્લામાંથી અંદાજે ૩૦ બાઈકોની ચોરી કરી હોવાની કબુલાત કરતા એલ.સી.બી.એ તેમની વિરૃધ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
છેલ્લા કેટલાક સમય થી સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીની વધી રહેલી ઘટનાઓને કારણે પોલીસ માટે આ વાહનચોરીનો ભેદ ઉકેલવો પડકારજનક સાબિત થઈ રહ્યો છે ત્યારે પોલીસે બાતમીને આધારે ખેરોજ ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ દરમિયાન કોટડા રોડ પરથી નંબર વગરની એક બાઈક લઈને આવી રહેલા બે યુવાનોને ઉભા રાખી પૂછપરછ કરી હતી.

(5:27 pm IST)