Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

શામળાજી-ભિલોડા હાઇવે પર નદીના પુલ પર દીવાલમાં તિરાડ જોવા મળતા ખળભળાટ

શામળાજી:શામળાજી-ભિલોડાના રાજય ધોરી માર્ગ વચ્ચે આવતી હાથમતી નદી પરના પુલના છેડાની દિવાલમાં તીરાડ જોવા મળતાં જ ખળભળાટ મચ્યો હતો.અન આ પુલને નુકશાન પહોંચ્યું હોવાના સમાચારવાયુ વગે પંથકમાં ફેલાતાં જ વાહન ચાલકો,રાહદારીઓના જીવ પડીકે બંધાયા હતા.અને બનાવની ગંભીરતાને પગલે મામલતદાર સહિત ધારાસભ્યએ પુલનું નિરીક્ષણ કર્યું હતું.અને માર્ગ અને મકાન વિભાગને યુધ્ધના ધોરણે આ ધોવાણ દુરસ્ત કરાવવા જાણ કરાઈ હતી.
ભિલોડા પંથકમાં તેમજ ઉપરવાસમાં અગાઉ થયેલા ભારે વરસાદને પગલે હાથમતી નદીમાં ઘોડાપૂર ઉમટયા હતા. નદીના આ ભારે પુરથી સંખ્યાબંધ ખેતરોમાં વાવેતરનું અને વિસ્તારની જમીનોનું મોટાપાયે ધોવાણ થવા પામ્યું હતું.પરંતુ ભિલોડાની સીમમાંથી વહેતી હાથમતી નદી પરના પુલના એક છેડાની દિવાલનું મોટાપ્રમાણમાં ધોવાણ થયું હોવાનું અને મોટી તીરાડ જોવાતી હોવાના વાયુવેગે પ્રસરેલા સમાચારે પંથકમાં ખળભળાટ મચાવ્યો હતો.હાથમતી નદી પરના બ્રીજમાં તીરાડ પડી હોવાના સમાચારને પગલે ધારાસભ્ય અનીલભાઈ જોશીયારા અને મામલતદાર એલ.એમ.અસારી તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

(5:27 pm IST)