Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

વડોદરા: કોલેરાએ માજા મૂકી:12 દિવસમાં 63 પોજીટીવ કેસ નોંધાયા

વડોદરા: ચોમાસામાં ભગવાના ભરોસે છોડી દેવામાં આવ્યુ છે. સરકાર ઊંઘી રહી છે અને શહેરમાં કોલેરાનો ભરડો વધુ કસાઇ રહ્યો છે. 'કોલેરા નથી' એવા ગાણાં ગાતા કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ તથા લોક પ્રતિનિધિઓ માટે આ આંકડા ચોંકાવનારા છે કે માત્ર ૧૨ દિવસમાં જ વડોદરામાં કોલેરાના ૬૩ કેસ નોંધાયા છે અને કોલેરાના કારણે જ એક બાળકી સહિત બેના મોત થઇ ચુક્યા છે.
કોલેરાના દર્દીઓના આ આંકડા ખુદ સરકારી હોસ્પિટલ એસએસજીના જ છે. વડોદરામાં કોલેરા પોઝિટિવ (લેબ રિપોર્ટમાં જેમને કોલેરા હોવાનું નિદાન થયુ છે એવા)ના તમામ દર્દીઓની નોંધ એસએસજી હોસ્પિટલમાં થાય છે એટલે આ આંકડાઓ બાબતે કોઇ વિવાદને સ્થાન નથી. એસએસજી હોસ્પિટલના રિપોર્ટ મુજબ ગત તા.૭મી જુલાઇએ ૨ વર્ષની બાળકી, એક મહિલા અને એક પુરૃષ મળીને ૩ જણને કોલેરા પોઝિટિવનો રિપોર્ટ આપ્યો હતો ત્યારથી આજ સુધી એટલે કે તા.૧૯મીએ લીધેલા સેમ્પલના આજે આવેલા રિપોર્ટમાં ૪ કોલેરા પોઝિટિવનો સમાવેશ કરતાં વડોદરામાં કોલેરાના કુલ ૬૩ કેસ નોંધાયા છે.
આ ૬૩ કેસમાં ૨૦ પુરૃષો, ૧૦ બાળકો અને ૩૩ મહિલાઓનો સમાવેશ થાય છે. આ પૈકી બે દર્દીઓના મોત થઇ ચુક્યા છે. ૯ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે અને ૫૨ દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવાઇ છે.

(5:26 pm IST)