Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં મકાનમાં ગેસ લાઈન લીકેજ થતા થયેલ વિસ્ફોટમાં બેને ગંભીર ઇજા

વડોદરા:શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક નગરમાં એક મકાનના રસોડામાં ગેસ લાઈન લીકેજ થતા પ્રચંડ વિસ્ફોટ થવા પામ્યો હતો. જેમાં પરિવારના બે સભ્યોને ઈજા પહોંચવા પામી હતી.

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક નગરમાં સેલાર પરિવાર રહે છે. જેઓ આજે સવારે રસોડામાં જમવાનું બનાવવાની તૈયારી કરતા હતા. સમગ્ર વિસ્તારમાં વડોદરા ગેસ લાઇન આવેલી છે.

જેમાં તેઓના ઘરમાં આવતી ગેસ પાઇપ લીકેજ હોવાના કારણે આગના સંપર્કમાં આવતા પ્રચંડ વિસ્ફોટ થવા પામ્યો હતો. જેમાં રસોડા અને ઘરના અન્ય ભાગના સામનને નુકશાન થવા પામ્યુ હતુ.

ઘટનામાં સેલાર પરિવારમાં પતિ પત્ની તેમજ પુત્રીને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. જ્યારે તેઓએ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવને પગલે ગેસ કંપનીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને લીકેજ શોધી અને પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે વિસ્ફોટ થતા આસપાસના વિસ્તારના લોકો પણ ભેગા થઈ ગયા હતા.

(5:26 pm IST)