Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

આણંદમાં અગમ્ય કારણોસર યુવાને ફાસો ખાઈ જીવનલીલા સંકેલી

આણંદ: શહેરનાં સો ફૂટ રોડ પાસે આવેલ આવકાર સોસાયટીમાં રહેતા એક યુવકે પોતાના ઘરે વહેલી સવારે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી.શહેર પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાના ખાતે મોકલી આપ્યો હતો.મૃતક યુવક પાસેથી આણંદ શહેર પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે. જો કે મોડી સાંજ સુધી આણંદ પોલીસે ફરિયાદ ન નોંધાયાનું જણાવ્યું હતું. 

પ્રાપ્ત વિગતોનુસાર આત્મહત્યા કરનાર ૩૧ વર્ષીય મોનિક હેમેન્દ્રભાઇ રાઠોડે પોતાની સ્યુસાઇટ નોટમાં પતિ, પત્નિ અને વો ના કારણે આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ છે. શહેર પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. 

(5:25 pm IST)
  • અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ બપોર પછી ચાલુ access_time 6:01 pm IST

  • એક સાથે ૩-૩ સિસ્ટમ્સ સક્રિય થતા : ગુજરાતમાં ૫ દિવસ ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વર્ષાની આગાહી : ગુજરાત ઉપર ફરી જબ્બર સાયકલોનીક સરકયુલેશનના કારણે વરસાદ તૂટી પડશે : પંચમહાલ - દાહોદ - બનાસકાંઠા - દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રમાં પણ ધમધોકાર વરસાદ ખાબકશે : ગુજરાત સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ દે ધનાધન access_time 6:02 pm IST

  • સાબરકાંઠાની હાથમતી નદીમાં ગાયો તણાઈ : ઉપરવાસમાં વધુ વરસાદ થતા નદીમાં આવ્યુ પાણી : ધસમસતા પાણીના પ્રવાહમાંથી ગાયો પસાર થતી હતી ત્યારે બની ઘટના access_time 6:02 pm IST