Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

નડિયાદ નજીક ને.હા.પર ફેકટરીના ગાર્ડને ઢોર માર મારતા ગુનો દાખલ

નડિયાદ:પશ્ચિમ પોલીસ મથકની હદમાં આવેલ નેશનલ હાઈવે નં ૮ પરની સીમા ફેક્ટરીના સિક્યુરીટી ગાર્ડને બે અજાણ્યાં ઈસમોએ તાજેતરમાં ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઈસમો લુંટારૂઓ કે પછી કોઈ જાણ ભેદુ એ પ્રશ્ન ઉઠ્યો છે. પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી માહિતી મુજબ સલુણમાં રહેતા પ્રકાશભાઈ રામસિંહ મહીડા નડિયાદ નજીક નેશનલ હાઈવે નં ૮ પર આવેલ સીમા ફેક્ટરીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગત ૧૪ જુલાઈના રોજ રાત્રીના બાર કલાકે બે અજાણ્યાં ઈસમો તેમની ફેક્ટરી નજીક અવરજવર કરતા હતાં. જેથી પ્રકાશભાઈએ તેમને ટકોરતા બંને ઈસમોએ પ્રકાશભાઈને ગડદાપાટુંનો માર મારીને ભાગી ગયા હતાં. આ બંને ઇસમો ચોરી કે લુંટ કરવાના ઈરાદે આવ્યાં હોવાની શક્યતા છે. ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે પણ છ દિવસ બાદ પણ કોઈ પત્તો મળ્યો ન હોવાનું જાણવા મળે છે. 

(5:25 pm IST)