Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રાજ્યમાં સરેરાશ 49 ટકા વરસાદ વરસ્યો :24 કલાકમાં ભારે વરસાદની આગાહી :સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે

અમદાવાદઃ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર  ગુજરાત તરફ આગળ વધી રહયું છે અને રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં અત્યાર સુધી આશરે 49 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 

  ગુજરાત પર સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલા વરસાદી સિસ્ટમ નબળી પડી ગઇ છે. જેથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ 25 જુલાઈએ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આગામી 4 દિવસ દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે છે. 

(1:08 pm IST)