Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

બનાસકાંઠાના સુઈગામના બેણપની માઇનોર કેનાલમાં ગાબડાં :સેવડ ગામે ત્રણ સ્થળે ગાબડાં :20 ફૂટના ભંગાણથી ખેતરોમાં પાણી ઘુસ્યા

બનાસકાંઠામાં વરસાદની સાથે કેનાલમાં ગાબડા પડવા શરુ થયા છે સુઈગામના બેણપ ખાતેની માઈનોર કેનાલમાં ગાબડા પડ્યા છે. સેવડ ગામની સીમમાં ત્રણ સ્થળે ગાબડા પડ્યા છે. 20 ફૂટ જેટલા ગાબડા પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે

 હલકી ગુણવત્તાની કામગીરીના કારણે ગાબડા પડતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. છેલ્લા ત્રણ માસથી કેનાલોમાં પાણી ન હતુ અને હવે પાણી આવતાની સાથે જ ગાબડા પડ્યા છે.

(12:38 pm IST)