Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

વાપીના મધુબન ડેમના 5 દરવાજા ત્રણ મીટર ખોલાયા

ધરમપુર, કપરાડામાં 3 ઈંચ, વલસાડ, પારડીમાં બે ઈંચ ,ઉમરગામમાં એક ઈંચ વરસાદ

વાપીમાં મધુબન ડેમમાં પાણીની જબરી આવક થઇ છે  ડેમના પાંચ દરવાજા ત્રણ મીટર ખોલાયા છે. જેમાંથી બાવન હજાર ક્યૂસેક પાણી છોડાયુ છે.વલસાડ જિલ્લામાં સતત 15 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર પંથકમાં બેથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે ત્યારે મધુબન ડેમમાં 39 હજાર 108  ક્યુસેક પાણી ની આવક  થઈ છે. વલસાડમાં છેલ્લા ચોવીસ કલાકમાં.ધરમપુર, કપરાડામાં 3 ઈંચ, વલસાડ, પારડીમાં બે ઈંચ વરસ્યો છે.જ્યારે ઉમરગામમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે..

(12:08 pm IST)