Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રાજ્યના 29 જિલ્લાના 190 તાલુકાઓમાં વરસાદ : ઉમરપાડામાં 12 ઇંચ ખાબક્યો

સાગબારામાં 7 ઇંચ, માંગરોળમાં 6 ઇંચ, નેત્રંગ ,અંકલેશ્વર, હાંસોટ, આણંદ અને ધનસુરામાં 5 ઇંચ વરસાદ : 11 તાલુકામાં 4 ઇંચથી વધુ : 20 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો

અમદાવાદ : અમદાવાદ સહીત રાજ્યભરમાં વરસાદ વરસ્યો હતો સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાડા બાર ઈચ વરસાદ ખાબક્યો હતો છેલ્લા 24 કલાકમાં રાજયમાં ૨૯ જિલ્લાના ૧૯૦ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં નર્મદાના સાગબારામાં ૭ ઈંચ અને સુરતના માંગરોળ તાલુકામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં નેત્રંગ, અંકલેશ્વર અને હાંસોટમાં પાંચ ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો.

  આણંદ સીટી અને સાબરકાંઠા જિલ્લાના ધનસુરામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજયમાં ૧૧ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ૨૦ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે જયારે  ૪૫ તાલુકામાં ૨ ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે.

(12:05 pm IST)