Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અમદાવાદમાં ધોધમાર વરસાદથી તંત્રમાં દોડધામ : મેટ્રો રૂટ પણ મસમોટા ગાબડાં: મેટ્રોના અધિકારીઓ સાથે કમિશનરે બોલાવી ઇમર્જન્સી બેઠક

અમદાવાદમાં ગઈકાલે બપોર બાદ ધોધમાર વરસાદના કારણે ઇન્ક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને મેટ્રો પ્રોજેક્ટ પાસે જ મસમોટો ભુવો પડતા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરએ ઈમરજન્સી બેઠક બોલાવી છે.

  જીવરાજ પાર્ક પાસે ગઈકાલે વરસાદ સમયે મસમોટો ગાબડાં પડ્યા છે આખી કાર સમાઈ જાય એવડા મોટા ભુવાથી તંત્ર ગંભીર બન્યુ અને આજે મેટ્રોના અધિકારી સાથે બેઠક કરશે. જેમાં મહાપાલિકાના ઇજનેરીશાખાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

(12:03 pm IST)