Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ગુજરાતના ૧૯૦ તાલુકાઓમાં મેઘમહેરઃ છેલ્લા ર૪ કલાકમાં

ઉમરપાડામાં આભ ફાટયું ૧૩- આણંદ- અંકલેશ્વરમાં પ ઇંચ : સાગબારા-૭, માંગરોળ ૬ ઇંચઃ ઉકાઇ ડેમની સપાટીમાં વધારોઃ અમદાવાદમાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રીથી અફડાતફડી

વાપી, તા., ૨૧: ચોમાસાની સિઝનમાં મેઘરાજા લડી લેવાના મુડમાં હોય તેમ અનરાધાર વરસી રહયા છે જાણે આખી સિઝનનો ટાર્ગેટ ગણતરીના દિવસોમાં પુરો કરવાનો હોય તેમ ઉતાવળમાં જણાય છે.

રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં ર૯ જીલ્લાના ૧૯૦ તાલુકાઓમાં ઝરમરથી ૧૩ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. ઉતર ગુજરાત પુર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પંથકમાં અનરાધાર હેત વરસાવી રહયા છે.

આજે અષાઢ સુદ નોમના સવારના ૮ વાગ્યા સુધીમાં રાજયમાં સિઝનનો કુલ પ૧ ટકા જેટલો વરસાદ નોંધાઇ ચુકયો છે અને રાજયના તમામ તાલુકામાં મેઘરાજાની મહેર થઇ ચુકી છે.

ભારેથી અતિભારે વરસાદને પગલે બંધો અને જળાશયોની જળસપાટીઓમાં સતત વધારો નોંધાઇ રહયો છે. તેમજ જે તે વિસ્તારની સ્થાનીક લોકમાતાઓ રમણે ચઢી છે જેને પગલે વહીવટી તંત્રની આકરી કસોટી થઇ રહી છે.

દ.ગુજરાતમાં ગણદેવી નજીક દેસાડ ગામે પનીહારી નદી લો લેવલ કોઝવે ઉપર પુરના ધસમસતા પાણીમાંથી કાર પસાર કરવાના જોખમમાં ચીખલીના હરીશ પટેલનું કરૂણ મોત નિપજયું છે. હરીશભાઇ નવસારી ખાતે વીજ કંપનીમાં ફરજ બજાવતા હતા. ૪પ વર્ષીય હરીશભાઇ પાછળ તેમના પત્ની અને બે પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે.

કાવેરી, પુર્ણા અને અંબીકા નદીઓની જળ સપાટી ઉપર વહીવટી તંત્ર ચાંપતી નજર રાખી બેઠુ છે. દ.ગુજરાત પંથકના ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને આજે સવારે ૮ કલાકે ર૯૬.૭૧ ફુટે પહોંચી છે. ડેમમાં ર૩,પપ૪ કયુસેક પાણીનો ઇનફલો નોંધાયો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહીતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડાની એક ઝલમાં દ.ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ૧૩ર મી.મી. ભરૂચ ૭પ મી.મી. હાંસોટ ૧૩૪ મી.મી. ઝઘડીયા ૩૧ મી.મી. નેત્રંગ ૧૩૪ મી.મી.વાઘરા ૬૭ મી.મી. અને વાલીયા ૯૭ મી.મી. તો નર્મદા જીલ્લાના તાલકુાઓમાં ડેડીયાપાડા ૯૧ મી.મી. ગરૂડેશ્વર ર૮ મીમી. નાંદોદ ર૬ મી.મી. તિલકવાડા ૧૯ મી.મી. અને સાગબારા ૧૭૭ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

તાપી જીલ્લાના તાલકુાઓમાં નિઝર ૬૦ મી.મી. સોનગઢ ૩૪ મી.મી. ઉચ્છલ ર૪ મી.મી. વાલોળ રપ મી.મી. વ્યારા ૩૪ મી.મી. અને કુકરમુડા ૮પ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૩પ મી.મી. ચોર્યાસી ૩ર મી.મી. કામરેજ ૪૬ મી.મી. મહુવા ર૭ મી.મી. માંડવી ૭૮ મી.મી. માંગરોળ ૧૪ર મી.મી. ઓલપાડ ૪૧ મી.મી. પલસામા રપ મી.મી સુરત સીટી પ૧ મી.મી. અને ઉમરપાડા ૩૧૬ મી.મી. સાંબેલાધાર વરસાદ નોંધાયેલ છે.

જયારે નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૪ર મી. મી., ગણદેવી ૧પ મી. મી. જલાલપોર ૧૮ મી. મી., ખેરગામ ૬૯ મી. મી. નવસારી ૧પ મી. મી. અને વાસંદા પ૩ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૭૩ મી. મી. કપચડા ૮પ મી. મી. પારડી પ૮ મી. મી. ઉમરગામ ર૭ મી. મી. વલસાડ ૪૮ મી. મી., અને વાપી ૪૦ મી. મી. તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૪૯ મી. મી. સુબીર ર૮ મી. મી. અને વધઇ ૮૧ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

ઉ.ગુજરાતી વિસ્તારમાં અહીં પાટણ જીલ્લાના તાલુકાઓમાં શંખેશ્વર અને સિધ્ધપુર ૧૧-૧૧ મી. મી., બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં અમીરગઢ પપ મી. મી. દાંતીવાડા ૩૩ મી. મી., ડીસા ૪૮ મી. મી., દિપોદર  ર૧ મી. મી. પાલનપુર ૪૭ મી. મી. અને વડગામ પ૮ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં મહેસાણા ૩૬ મી. મી., સતલાસણા ૬૮ મી. મી., વડનગર ૪૦ મી. મી., વિજાપુર ૪૭ મી.મી., અને વિસનગર ૩૧ મી. મી. તો ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં ગાંધીનગર ર૩ મી. મી. કલોલ પ૮ મી. મી. અને માણસા ૩૯ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં હિંમતનગર ૧રપ મી.મી., ઇડર ૩૬ મી. મી., પ્રાંતિજ ૩૪ મી. મી. તલોદ ૮૮ મી. મી. અને વડાલી ૧૯ મી. મી. તો અરાવલ્લી જીલ્લાના તાલુકાઓમાં બાપડ ર૦ મી. મી. ધનસુરા ૧૧૬ મી. મી., માલપુર પ૧ મી. મી. મેઘરજ ર૬ મી. મી. અને મોડાસા પ૯ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં અમદાવાદ સીટી ૬ર મી. મી. દસકોઇ પ૩ મી. મી. દેશરેજ ર૬ મી. મી. અને ઢોલેરા પ૦ મી. મી. તો ખેડા જીલ્લાના તાલુકાઓમાં કપડવંજ ૪૬ મી. મી., કડલાલ ર૪ મી. મી., ખેડા ૧૩ મી. મી., મહુધા ૬ર મી. મી., માતર ૧૮ મી. મી. નડીયાદ ર૭ માંથી કાસરા ર૧ મી.મી. અને વાસો ૩૪ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

આણંદ જીલ્લાના તાલુકાઓમાં આણંદ ૧ર૮ મીમી, આકેલાવ ૩૩ મીમી, બોરસદ ૩૪ મીમી, સોજીત્રા અને તારાપુર ૩ર-૩ર મીમી અને ઉમરેક ૩૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઇ ૧૬ મીમી, ઇશર પપ મીમી, સિનોર ૧પ મીમી, વાઘોડીયા રર મીમી અને વડોદરા રપ મીમી વરસાદ નોંધાયેલ છે.

છોટાઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બોડેલી ર૩ મીમી, જેતપુર, પાવી ૩૪ મીમી, પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ગોધરા ૩૬ મીમી, હાલોલ રપ મીમી, જાંબુધોડા ૭૭ મીમી, મોરવા હડફ ૩ર મીમી અને સહેરા ર૩ મીમી વરસાદ નોંધાયેલ છે.

મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલાસિનોર પપ મીમી, કડાણ ૪૧ મીમી, લુણવાડા ૩૮ મીમી, સંતરામપુર ૩પ મીમી, અને વિરપુર ૧૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે દાહોદ જીલ્લાના તાલુકાઓમાં દાહોદ ૧૦૦ મીમી, દેવગઢ બારીયા ૪૩ મીમી, ફતેપુર ૪૮ મીમી, જાલોદ ૪૦ મીમી, લીમખેડા ૬૦ મીમી, સિંધવડ ૩૪ મીમી અને સાંજેલી ૪૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

આગામી ૪ થી પ દિવસ દક્ષિણ ગુજરાત પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

(11:52 am IST)