Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ઊંઝામાં ધોધમાર વરસાદથી મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

નીચાળવાળા વિસ્તારો અને રાજમાર્ગો તેમજ ગરનાળામાં પાણી ભરાયા :વાહન ચાલકોને મુશ્કેલી

 

ઊંઝા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બાર કલાક દરમિયાન ધોધમાર વરસાદ પડતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પરિણામે શહેરીજનોને નીચાણવાળા વિસ્તારમાંથી અવરજવર કરવામાં તેમજ વાહનો પસાર કરવા માટે મુશ્કેલ થઇ પડી. શહેરમાં હાઇવે પરના અંડરબ્રિજમાં પણ રાત્રે વરસાદને લીધે પાણી ભરાયું હતું અને વરસાદ ધીમો પડતાં પાણીની સપાટી નીચે ઉતરી ગઇ હતી.

  ઉપરાંત મુખ્ય જાહેર રાજમાર્ગ પરના સરદારના ચોકમાં ભરતનગર રેલવે ગરનાળા તેમજ અન્ય કેટલીય જગ્યાએ વરસાદનું પાણી ભરાયું હતું. પાણીના નિકાલ માટે ઊંઝા નગરપાલિકા પ્રમુખ તથા તેમજ ટીમ દ્વારા સખત દેખરેખ રાખીને પાણીનો નિકાલ માટે પ્રયત્નો કરી રહ્યા છે. સ્થાનિક પાલિકા તંત્ર છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરી હતી પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાય છે.

(10:00 pm IST)