Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પોઇચા ગામમાં જમીનના ભાગ બાબતે બે ભાઈઓ વચ્ચે બોલાચાલીમાં મારી નાંખવાની ધમકી આપતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામમાં જમીન ના ભાગ બાબતે બે સગા ભાઈઓ વચ્ચે માથાકૂટ થતા એકે માર મારી ધમકી આપતા ગુનો દાખલ થયો છે.
 આ અંગે મળતી વિગતો અનુસાર મયુરભાઇ રમેશભાઇ બારીયા( રહે. પોઇચા દુધ ડેરી ફળીયુ) ની ફરીયાદ મુજબ તેઓ તા.20 જુનની સાંજે ૬.૦૦ વાગે પોતાના ભાગમાં આવેલ ખેતરમાં ગયેલ તે વખતે તેમના ભાઈ હિમાંશુભાઇ રમેશ ભાઇ બારીયા ખેતરમાં ટ્રેકટરથી કામ કર્યા બાદ ઘરે આવું જણાવ્યું કે ખેતરની વાત મારી સાથે કર ખેતરમાં મારો પણ ભાગ છે . તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ માયુર ભાઈને ગાળૉ બોલી નજીકમાં પડેલ એક વાંસની લાકડી થી માથાના ભાગે સપાટો મારી દઈ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે હીમાંશુભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:38 pm IST)