Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સટોડિયાની કમર તોડતી પોલીસ:પાકિસ્તાન લીગમાં ઓનલાઇન સટ્ટો રમતા એકને વાપીથી પોલીસે દબોચ્યો :એક લાખ રૂપિયાની પેટા આપનાર આરોપી વોન્ટેડ

વાપી જીઆઇડીસી પોલીસે પાકિસ્તાન સુપર લીગમાં ઓનલાઇન સટ્ટો રમતા એક આરોપીની ધરપકડ કરી:.50,000નો મોબાઇલ કબજે કર્યો :આઇડી આપનાર એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી

(કાર્તિક  બાવીશી દ્વારા ) વલસાડ :વાપી જીઆઇડીસી પોલીસે બે નંબરી ધંધા કરનારાઓને સાણસામાં લેવાનું કામ ચાલુ કર્યું છે  અને કાયદાનો પાઠ ભણાવ્યો છે વાપી જીઆઇડીસી પોલીસના પીઆઇ વી.જી.ભરવાડને શનિવારે બાતમી મળી હતી કે, એક  શખ્શ ગુંજન અંબામાતા મંદિર સર્કલ પાસે કાઠીયાવાડી પાનના ગલ્લા પાસે ઉભો છે અને પાકિસ્તાન સુપર લીગ 2021ની 20-20 મેચ ચાલતી હોય ઓનલાઇન ક્રિકેટ સ્કોર જોઇ રૂપિયાની લેવડ દેવડ કરી સટ્ટો રમી રહ્યો છે. જેથી તાત્કાલિક અ.પો.કો. કાનજીભાઇ નારણભાઇ મીર અને પો. કો. હરીશ કમરૂલ સાથે સ્થળ ઉપર રેઇડ કરતા એક શખ્શ થોડીવારમાં ગલ્લા ઉપર આવ્યો હતો. જેથી તેને પકડી પાડતા તેણે પોતાનું નામ અફસર જીઆઉલ હક્ક શેખ (ઉ.વ.29 ) ( રહે .ઇમરાનનગર ગુરૂદેવ કોમ્પ્લેક્ષ રૂમ નં.13 )નો હોવાનું જણાવ્યું હતું.

તેની પાસેથી મળેલ આઇફોન પ્રો કિં.રૂ.50,000 માં ચકાસણી કરતા પાકિસ્તાન સુપર લીગ 20-20 મેેચ ઉપર લાઇવ સ્કોર જોઇ સટ્ટો રમતા તે ઝડપાઇ ગયો હતો. પૂછપરછમાં તેણે જણાવેલ કે, ઓનલાઇન સટ્ટા બેટીંગની આઇ.ડી. તથા પાસવર્ડ તેણે શર્ફુ ખાન વાણીયા રહે.વાપી સરવૈયા નગરની સામે પાસેથી રૂ. 1 લાખમાં લઇ તેને રૂ.50,000 રોકડા ચૂકવ્યા હતા. જેથી પોલીસે આરોપી શર્ફુ વાણીયાને વોન્ટેડ જાહેર કર્યો છે.

(8:46 pm IST)