Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ગાંધીનગરમાં સિવિલમાં બે મહિનામાં આંઠ લાખ રૂપિયાના બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો

ગાંધીનગર : કોરોનાકાળમાં એટલે કેએપ્રિલ અને મે માસ દરમિયાન ગુજરાતની હોસ્પિટલોમાં બેડ ખુટી પડયા હતા તેવી સ્થિતિમાં ગુજરાતની હોસ્પિટલોમાં બે મહિના બાયોમેડિકલ વેસ્ટ અગાઉ કરતા દસ ગણો વધી ગયો હતો.ગાંધીનગર સિવિલમાં એપ્રિલ અને મે માસ દરમયિયાન કુલ આઠ લાખ રૃપિયાના બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે. એપ્રિલ માસમાં કોવિડ વિભાગમાંથી સાત હજાર કિલો જ્યારે નોનકોવિડમાંથી સાડા ત્રણ હજાર કિલો મેડિકલ વેસ્ટ નિકળ્યો હતો. જ્યારે મે માસમાં સૌથી વધુ સાડા આઠ હજાર કોવિડ ડિપાર્ટમેન્ટમાંથી કચરો પેદા થયો હતો.

કોરોનાકાળના છેલ્લા બે મહિનાની વાત કરીએ તો એપ્રિલ અને મે માસમાં કે જ્યારે કોરોના વાયરસ ખુબ આક્રમક અને ચેપી હતો તે વખતે ગુજરાતની દરેક કોવિડ હોસ્પિટલ ફુલ થઇ ગઇ હતી અને અહીં દર્દીઓને દિવસ રાત સેવા અને સારવાર આપવામાં આવતી હતી. દરમિયાન હોસ્પિટલોના કોવિડ ડિપાર્ટમેન્ટમાં પીપીઇકીટગ્લોઝગોગલ્સમાસ્કસહિત ઇન્જેક્શનનિડલકોટનનો ઉપયોગ ખુબ વધી ગયો હતો અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા પણ હોસ્પિટલો માટે માથાનો દુઃખાવા સમાન બની હતી. એક સર્વે પ્રમાણેછેલ્લા બે મહિનામાં સમગ્ર દેશમાં કેરળ બાદ ગુજરાતમાંથી સૌથી વધુ બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન થયો છે. ત્યારે ગાંધીનગરમાં સૌથી વધુ સિવિલ હોસ્પિટલમાંથી બાયોમેડિકલ વેસ્ટ પેદા થયો છે. સિવિલમાં માર્ચ સુધી દર મહિને કોવિડ ડિપાર્ટમેન્ટનો પાંચ હજાર કિલો જેટલો વેસ્ટ નિકળતો હતો તે મે માસમાં સાડા આઠ હજાર કિલો જેટલો થઇ ગયો હતો.

(5:49 pm IST)