Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ગાંધીનગરમાં કોરોનાની ત્રીજી લહેર પહેલા બાળદર્દીઓંને ટ્રિટ કરવા માટેની તાલીમ શરૂ કરવામાં આવી

ગાંધીનગર : કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી છે ત્યારે હોસ્પિટલોમાં બાળકોના વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે તો બીજીબાજુ બાળદર્દીઓને ટ્રીટ કરવા માટેની તાલીમ પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યોજાઇ રહી છે. લક્ષણો ધરાવતા બાળકોનું સેમ્પલ કલેક્શન કઇ રીતે કરવું અને તેમને કેવા પ્રકારની દવા આપવી તે બાબતની તાલિમ સિવિલ હોસ્પિટલના તમામ નર્સીંગ સ્ટાફ અને મેડિકલ ઓફિસરને આપવામાં આવી રહી છે. કોરોના ગાઇડલાઇન પ્રમાણે બાળદર્દીના માતા-પિતા સાથે કઇ રીતે વર્તન કરવું તેનાથી પણ સ્ટાફને માહિતગાર કરવામાં આવી રહ્યો છે.

કોરોનાની બીજી લહેરમાં આરોગ્યની સેવાઓ ટૂંકી પડતી જોવા અને અનુભવવા મળી હતી ત્યારે આગામી દિવસોમાં આવનાર કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતા વધુ આક્રમક અને ઘાતક હોવાની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવી છે આવી સ્થિતિમાં બીજી લહેરમાં જેમ આરોગ્યની સેવા બાબતે લાચારી જોવા મળી તેવા દ્રશ્યો સર્જાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગોતરૃ આયોજન કરવામાં આવ્યું છે. સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થવાની શક્યતા છે જેને પગલે રાજ્ય સરકારે એક્શન પ્લાન બનાવ્યો છે અને પિડીયાટ્રીક ડિપાર્ટમેન્ટને વધુ મજબુત બનાવવામાં આવ્યો છે. એટલુ નહીંઅન્ય વિભાગના સ્ટાફ પણ બાળદર્દીઓને આપવામાં આવતી ટ્રીટમેન્ટથી માહિતગાર થાય અને જરૃર પડે તેમનો પણ ઉપયોગ કરવામાં આવે તે માટે ટ્રેનીંગ સેશન રાખવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તાલીમ વર્ગો શરૃ કરવામાં આવ્યા છે.

(5:43 pm IST)