Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સુરતના પાંડેસરા વિસ્તારમાં નિંદ્રાધીન પરિવાર પર સિલિંગના પોપડા તૂટી પડતા માસુમ બાળકીનું મોત

સુરત: શહેરના પાંડેસરા ભેસ્તાન વિસ્તારના પાલિકાના સરસ્વતી આવાસમાં નિંદ્રાધીન પરિવાર પર સિલિંગના પોપડા તૂટી પડતા માતા-પિતા અને માસૂમ બાળકી ઘવાઈ હતી, ઘવાયેલ 1 વર્ષીય માસુમ બાળકી સિયા ખાંડેને સારવાર માટે સિવિલ લાવવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

7-8 વર્ષ જુના આવાસમાં પોપડા પાડવાની ઘટનાઓ વારંવાર થતી હોવાની ફરિયાદો છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને કારણે પાલિકાના અધિકારીઓના પાપે માસુમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. અને જવાબદાર સામે ફરિયાદ દાખલ થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર પરિવારજનો કર્યો છે.

સિયાના પિતા ટેમ્પો ચાલક હોવાનું અને માતા હાઉસ વાઇફ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ એમપીના રહેવાસી ખાડે પરિવાર આઘાતમાં સરી જાય માટે માસુમ દીકરીના મોતથી અજાણ રખાયા છે. માસુમની પોસ્ટમોર્ટમ કામગીરી માટે ફોઈએ જવાબદારી ઉપાડી છે.

સરસ્વતી આવાસ જર્જરિત થઇ ગયું છે. જેને લઈને અવાર નવાર પ્રકારની ઘટનાઓ બને છે. દરમ્યાન પોપડા પડવાની ઘટનામાં આખરે એક બાળકીનું મોત નીપજ્યું છે જેને લઈને ત્યાના સ્થાનિકો રોષે ભરાયા હતા. આવાસની મહિલાઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી હતી અને મામલે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે આવાસ ખુબ જર્જરિત છે જેને તાત્કાલિક રીપેર કરાવવું જોઈએ. અનેક ફરિયાદો કરી છે પરંતુ આજદિન સુધી મામલે કોઈ નિવેડો આવ્યો નથી. અને આજે ઘટનામાં એક બાળકીનું મોત થયું છે.

(5:42 pm IST)