Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક સોસાયટીમાંથી પાણીગેટ પોલ્સે 13.99 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

વડોદરા: વાઘોડિયા  રોડ વૈકુંઠ સોસાયટીમાંથી પાણીગેટ પોલીસે ૧૩.૯૯ લાખનો વિદેશી દારૃના જથ્થાની હેરાફેરી કરતા  બે આરોપીને ઝડપી  પાડયા છે.અને દારૃ મંગાવનાર બે નામચીન આરોપીની શોધખોળ હાથ ધરી છે.આરોપીઓે ટ્રકમાંથી કાર અને મકાનમાં દારૃ ટ્રાન્સફર કરતા સમયે પોલીસ ત્રાટકી હતી.

પાણીગેટ પી.આઇ.ને માહિતી મળી હતી કે,વાઘોડિયારોડ વૈકુંઠ સોસાયટી,ગજાનંદ ફ્લેટ પાસે વિક્રમ ચાવડા અને નિલેશ પટેલ પોતાના માણસો મારફતે વિદેશી દારૃનો જથ્થો મંગાવી હેરાફેરી કરે છે.જેથી,પી.આઇ.કે પી પરમારે સ્ટાફના જવાનોને  પોલીસ સ્ટેશન બોલાવ્યા  હતા.અને રાતે દશ વાગ્યે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી.ગજાનંદ ફ્લેટ પાસે આવતા સિમેન્ટ મિક્સર ટ્રકમાંથી બે વ્યક્તિઓ પૂઠ્ઠાના બોક્સ નજીકમાં આવેલા મકાન અને કારમાં  મુકતા હતા.તે બંનેને પકડીને પૂછપરછ કરતા એકનું નામ પ્રતિક ઉર્ફે ગોબો રમેશચંદ્ર ભટ્ટ (રહે.પાણીગેટ,બાવચાવાડ) અને બીજાનું નામ વિરલ વિક્રમભાઇ મિસ્ત્રી (રહે.વાડી,ભાંડવાડા) હોવાનું જાણવા મળ્યુ હતું.આરોપીઓ પાસેના બોક્સમાં  દારૃ અને બિયર ભરેલા હતા.બંને આરોપીઓને તથા મિક્સર ટ્રક અને કારને પોલીસ  સ્ટેશન લઇ આવી ચેક કરતા તેમાંથી દારૃના પાઉચ,બોટલ અને બિયરના  ટીન મળીને કુલ રૃપિયા ૧૩.૯૯ લાખનો શરાબ,મિક્સર ટ્રક,કાર અને રોકડા રૃપિયા મળીને કુલ રૃપિયા ૩૪.૭૧ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૃ વિક્રમ ચાવડા (રહે.ગજાનંદ ફ્લેટ,વાઘોડિયા રોડ ) અને નિલેશ પટેલ (રહે.કિશનવાડી) મંગાવ્યો હતો.જેથી,પોલીસે બંને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

(5:41 pm IST)