Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વડોદરાના વાડી વિસ્તારમાં પ્રેમ સંબંધ બાંધવા અવારનવાર બીભત્સ મેસેજ મોકલી પરેશાન કરનાર રોમિયો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના વાડી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન બાદ છુટાછેડા થયા હતા હાલ તે માતા-પિતા સાથે રહે છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં વર્ષની પુત્રી છે. દરમ્યાન અજાણી વ્યક્તિ યુવતીના મોબાઈલ ફોન ઉપર સબંધી હોવાની ઓળખ આપી અપશબ્દો તથા આઇલવયુના મેસેજ મોકલતો હતો. અને જણાવતો હતો કે " મને ખબર છે કે તારે સંતાનમાં એક દીકરી છે અને તારો પતિ નથી " તેમજ રોમિયો અવારનવાર કોલ કરી વાત કરતો હતો પરંતુ પોતાનું નામ જણાવતો હતો. રોમિયોની પજવણીથી ત્રાસેલી યુવતીએ પોલીસની શી ટીમની મદદ લીધી હતી. પરંતુ સફળતા મળી હતી. ત્યારબાદ યુવતીએ રોમિયો પાસે નોકરી અંગે ખાતરી માંગતા ગુજરાત સિક્યુરિટી સર્વિસનું આઇડેન્ટી કાર્ડ મોકલી આપ્યું હતું જેમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સચીન ભાઈ રાણાનું નામ દર્શાવ્યું હતું. ત્યારબાદ પણ રોમિયોએ યુવતીના મોબાઈલ ફોન ઉપર બીભત્સ મેસેજો મોકલી પોલીસ ફરિયાદ કરીશ તો છોકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(5:41 pm IST)