Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રાત્રી બજાર ફરીથી ખોલવા વિચારણા કરવામાં આવતી હોવાની માહિતી

વડોદરા :શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલ પાસે આવેલું રાત્રી બજાર છેલ્લા દોઢ લોકડાઉનની અસરને લીધે બહુ ચાલતું નહીં હોવાથી દુકાનદારોને દોઢ વર્ષનું ભાડું ભરવાના ફાંફા પડતા 31 દુકાનોનો કબજો કોર્પોરેશને લઈને સીલ મારી દીધા છે. બીજી બાજુ આજવા રોડ પર ઊભું કરાયેલું રાત્રી બજાર પણ છેલ્લા પાંચ વર્ષથી સુનું બની ગયું છે ત્યારે આજવા રોડ રાત્રી બજારને કાર્યાન્વિત કરવા માટે વિચારણા શરૂ થઇ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજવા રોડ સયાજીપુરા ખાતે રાત્રી બજારની 35 દુકાનો બનાવી છે. કારેલીબાગ પછી સયાજીપુરામાં નવું રાત્રી બજાર બનાવવામાં આવ્યું છે. દુકાનોની ડિપોઝિટ અને મીનીમમ અપસેટ વેલ્યુ વધારે પડતી હોવાથી જાહેર હરાજીમાં દુકાન ખરીદવા માટે કોઈ તૈયાર થતું હોવાથી છેલ્લા 5 વર્ષથી દુકાન ખાલી પડી રહી છે. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ જણાવ્યું છે કે મેયર તેમની ટીમ દ્વારા કારેલીબાગ રાત્રી બજારના વેપારીના વેરા અને ટેક્સેશન માટે એક દરખાસ્તની પહેલ થઈ છે, ઉપરાંત આજવા રોડ રાત્રી બજાર જે તૈયાર થયેલું છે, પણ કોઈ કારણથી કાર્યાન્વિત થઈ શક્યું નથી .

હવે આવનાર સમયમાં કોરોના ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખી ફૂડ ફેસ્ટિવલ યોજી લોકોને અને વેપારીઓને બોલાવી તે શરૂ કરવાની દિશામાં પહેલ કરીશું. દરમિયાન દુકાનના ભાડાની રકમ અરજદારોને વધુ લાગતી હોવાથી દુકાન લેવા કોઈ તૈયાર થતું નથી. બીજી બાજુ અહીં કોર્પોરેશન ને સ્ટ્રીટ લાઈટ તેમજ સિક્યુરીટી ગાર્ડની સુવિધા અંગેનો ખર્ચો પણ ભોગવવો પડ્યો છે, જ્યારે સામે બાજુ દુકાનોના ભાડાની કોઈ આવક પણ થતી નથી.

(5:40 pm IST)