Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અમદાવાદના પાલડી વિસ્તારમાં અનૈતિક સંબંધથી બાળકીનો જન્મ થતા ક્રૂર માતાએ બાળકીની હત્યા કરી નાખતા ચકચાર

અમદાવાદ: શહેરના પાલડીમાં રહેતી મહિલાએ અનૈતિક સંબંધથી બાળકીને જન્મ આપ્યો હતો. તેના પતિને વાતની જાણ હોવાથી તેને કાઢી મુકશે એવા ડરથી બાળકીનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં મૃતદેહ મ્યુનિસિપાલિટીની કચરા ગાડી આવતા તેમાં ફેંકી દીધો હતો. ક્રાઈમ બ્રાંચે કેસમાં મહિલાની અટક કરી હતી

અમદાવાદ મ્યુનિલિપલ કોર્પોરેશનમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતા ડ્રાઈવરને ૧૪ ફેબુ્રઆરીના રોજકોચરબ ગામ ખાતેની કચરા ગાડીમાંથી પ્લેસ્ટીકની થેલીમાંથી તાજુ જન્મેલુ મરણ પામેલુ બાળક મળી આવ્યું હતું. બાદમાં અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બીજીતરફ ક્રાઈમ બ્રાંચે કચરા ગાડી રૃટ-૧ને ફાળવેલા વિસ્તાર બાબતે માહિતી એકઠી કરતા વિસ્તાર કોચરબ ગામનો વિસ્તાર હોવાનું જણાયું હતું. જેમાં મૃતદેહ કોચરબ ગામમાં ઠાકોરવાસમાં રાઠોડ ભુવન મકાનમાં ભાડેથી રહેતી શિવાની .શ્રીવાસ્તવની બાળકીનો હોવાનું બહાર આવ્યું હતું.જેને આધારે પોલીસે અહીંથી શિવાનીની અટક કરી હતી.

(5:38 pm IST)